YOG DWARA JIVAN PRABANDH

YOG DWARA JIVAN PRABANDH
01 Feb 2023 Admin

શ્રીમતી સી.ડી.જે. રોફેલ આર્ટસ એન્ડ શ્રીમતી આઈ.એસ.આર.એ.રોફેલ કોમર્સ કોલેજ, વાપીમાં આજ રોજ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય, હરિદ્વાર થી ઇન્ટરશીપ માટે ઉપસ્થિત રહેલા ત્રણ વિદ્યાર્થીઓએ' યોગ દ્વારા જીવન પ્રબંધ ' એ વિષય પર ગાયત્રી મંત્રનું મહત્વ, ૐકારનું મહત્વ અને યોગ દ્વારા જીવનને કેવી રીતે સફળ બનાવી શકાય એ માટે યોગ અભ્યાસ દ્વારા સમજ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. આ સમગ્ર કાર્યક્રમ આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો જોડાયા.