'મારી સહી ગુજરાતીમાં'

'મારી સહી ગુજરાતીમાં'
01 May 2023 Admin

શ્રીમતી સી. ડી. જે. રોફેલ આર્ટ્સ એન્ડ શ્રીમતી આઈ. એસ. આર.એ. રોફેલ કોમર્સ કોલેજ, વાપીમાં તા.૧-૫-૨૩ ના રોજ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે 'મારી સહી ગુજરાતીમાં' આ વિષય અંતર્ગત વિદ્યાર્થીઓ પાસે ગુજરાતીમાં સહી કરાવવાનો કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવતા પોતાના ગામ અને ફળિયાના લોકોનો સંપર્ક કરી ગુજરાતી માં સહી કરાવી માતૃભાષાનું મહત્વ વધાર્યું. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્યા મેડમ ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.