તા. 23/12/2025 ના રોજ રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તેમજ ઇનર વ્હીલ ક્લબ, વાપી ના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન, તેમજ વિદ્યાર્થીઑ માટે વિના મૂલ્યે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓનું જનરલ હેલ્થ ચેક અપ, આંખ અને દાંતનું ચેક અપ કરવામાં આવ્યું. આ મેડિકલ કેમ્પ દરમિયાન 70 થી વધુ વિદ્યાર્થીઓનું મેડિકલ ચેક અપ થયું, 74 વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રૂપ ચેક કરવાંમાં આવ્યું, જ્યારે 21 વિદ્યાર્થીઓએ સમાજિક ક્ષેત્રે યોગદાન આપવાના હેતુસર બબ્લડ ડોનેટ કર્યું. હરિયા હોસ્પિટલ, ઊર્મિલ હોસ્પિટલ ના વિવિધ ડોક્ટરોની ટીમ દ્વારા આ સમગ્ર કાર્ય પર સૂચારું રૂપે પાર પાડવામાં આવ્યું. ઇનર વ્હીલ ક્લબ ના પ્રેસિડેંટ શ્રીમતી જ્યોતિબેન શાહ, વિમીબેન મેહતા, વિજયાબેન પટેલ અને કોલેજના આચર્યા ડૉ. હેમાલી દેસાઇના સહયોગ થી આ સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.