આજરોજ તારીખ 26/12/2025 ને શુક્રવારના રોજ રોફેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વાપી ખાતે વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે પ્રેરણા અને પ્રોત્સાહન આપવા હેતુથી વાપી નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટ અને વલસાડ જિલ્લાના સૌ પ્રથમ માઉન્ટ એવરેસ્ટ બેઝ સર કરનાર મહિલા એવા પારૂલબેન નાયકનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું. 110 વિદ્યાર્થીઓની હાજરીમાં તેમણે તેમના સપ્ટેમ્બર 2025 માં સર કરેલા માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ કે જે 17500 ફીટ ઊંચાઈ પર આવેલ છે તેના સંઘર્ષ, પ્રેરણા અને કરેલી માનસિક અને શારીરિક તૈયારી અને પ્રશિક્ષણ વિશે ખૂબ રસપ્રદ વાતો અને ફોટા - વિડિયો સાથે રજૂઆત કરી. તેમના વ્યાખ્યાનના મહત્વના મુદ્દાઓમાં કોઈ પણ કાર્ય માટે ઉંમર એ અવરોધ નથી, પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી અને કરવું જ છે વાળો હકારાત્મક અભિગમ વ્યક્તિને હમેશાં સિદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. લગભગ એક કલાક ચાલેલા વ્યાખ્યાનમાં અંતે પ્રશ્નોત્તરીમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ડૉ હેમાલીબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.