વાપી સ્થિત રોફેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં આચાર્ય ડૉ હેમાલીબેન દેસાઈની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. સાથે સાથે કોલેજના સિનિયર અધ્યાપક ડૉ મહેશ દરુ સાહેબની યુનિવર્સિટી બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ બન્યા બાદ બનેલા મહત્વના અધિકાર મંડળમાં કરવામાં આવેલી આ નિમણુંક કોલેજ માટે ગૌરવપ્રદ ઘટના છે.