શ્રીમતી સી. ડી. જોબલીયા રોફેલ આર્ટસ એન્ડ શ્રીમતી આઈ. એસ. આર. અચ્છારીવાલા રોફેલ કૉમેર્સ કોલેજ, વાપીમાં તારીખ 03/02/2026 થી 07/02/2026 દરમિયાન “Advantages of Agripreneurship” વિષય પર 5 દિવસીય મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (MDP)નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ Entrepreneurship Skill Development Programme(ESDP) યોજના હેઠળ Entrepreneurship Development Institution of India (EDII), અમદાવાદ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને તેને Ministry of Micro, Small and Medium Enterprises(MSME), ભારત સરકાર તરફથી સહયોગ મળ્યો હતો. આ વર્કશોપમાં કુલ 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ વિષયના નિષ્ણાત વક્તાઓએ વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા, એગ્રીપ્રોનોરશીપ, બિઝનેસ પ્લાન કેવી રીતે બનાવવો અને પ્રોડક્ટનું પ્રમોશન કેવી રીતે કરવું તે અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ, ગ્રુપ એક્ટિવિટીઝ અને પ્રેક્ટિકલ અભ્યાસ દ્વારા વ્યવસાયિક જ્ઞાન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વાસ્તવિક રીતે બિઝનેસ કેવી રીતે કાર્ય કરે છે તે સમજ્યું. કાર્યક્રમના અંતે MSME દ્વારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો (સર્ટિફિકેટ) આપવામાં આવ્યા. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી, માહિતસભર અને પ્રેરણાદાયી સાબિત થયો.