પ્રા. કિશોરસિંહ ચાવડા, આજ રોજ આપ રોફેલ કોલેજોમાંથી અર્થશાસ્ત્ર વિષયના અધ્યાપક તરીકેની દીર્ઘ કારકિર્દી પૂર્ણ કરી નિવૃત થઈ રહ્યા છો ત્યારે હું સમગ્ર સ્ટાફવતી હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી રહ્યો છું. તારીખ 19/11/1992 થી 14/06/2026 સુધીની 33 વર્ષ 6 મહિના અને 26 દિવસની લાંબી, નિષ્ઠાવાન અને સમર્પિત શૈક્ષણિક કામગીરી પૂર્ણ કરી આપ નિવૃત કાળમાં પ્રવેશ કરી રહ્યા છો. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર આપે પોતાના અનુભવ અને ક્ષમતાથી અનેક વિદ્યાર્થીઓના રાહબર બની સીધી કે આડકતરી રીતે વિદ્યાર્થીઓના ભવિષ્ય બનાવવામાં જે અમૂલ્ય યોગદાન આપ્યું તે હમેશાં યાદ રહેશે. નિવૃતિના આ નવા અધ્યાયમાં આપને સારુ સ્વાસ્થ્ય, સુખ, શાંતિ , પારિવારિક સમૃદ્ધિ અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના અને શુભેચ્છાઓ.