શ્રીમતી સી.ડી. જોબાલીયા રોફેલ આર્ટસ એન્ડશ્રીમતી આઈ. એસ. આર. અછારીવાલા રોફેલ કોમર્સ કોલેજ, વાપીમાં યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ મંત્રાલય દ્વારા 2047 સુધીમાં ડ્રગ ફ્રી ઇન્ડિયાના વિઝન તરફ આગળ વધવા માટે રાષ્ટ્રવ્યાપી યુવા આંદોલન તરીકે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત 2047 અભિયાનના અમલ અંતર્ગત તા. 02/08/2026 ના રોજ માનનીય વડાપ્રધાન દેશના યુવાઓ ને સંબોધનનું આયોજન સફળતા પૂર્વક કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને નાગરિકોને દારૂ, તમાકુ, ગુટખા તથા અન્ય નશીલા પદાર્થોના દૂષ્પ્રભાવો વિશે માહિતગાર કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રધાન મંત્રી મોદીજી દ્વારા નશાના શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું જે વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક સાંભળ્યુ. ત્યારબાદ આચાર્યા ડૉ. હેમાલી દેસાઇ દ્વારા વિદ્યાર્થીઓને નશાથી દૂર રેહવા, અન્યોને નશો છોડાવવા અને યોગ્ય માર્ગે દોરવા અંગેનું માર્ગદર્શન આપ્યું. ઉપસ્થિત તમામે નશો ન કરવાની તથા અન્ય લોકોને પણ નશાથી દૂર રહેવા પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લીધી. ઉપરાંત વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આપેયલ આહવાહન કે 100 સપ્તાહની અંદર દેશને નાશમુક્ત બનાવી 2047ના વિઝનને સફળ બનાવીશું- વિદ્યાર્થીઓ દ્વારા ખંત અને નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો થકી આ આહવાહન ને સફળ બનવાના શપથ લેવામાં આવ્યા. આ કાર્યક્રમ દ્વારા સૌમાં નશામુક્ત અને સ્વસ્થ જીવન જીવવા અંગે જાગૃતિ ફેલાઈ અને સમાજને નશામુક્ત બનાવવા માટે સૌએ સહકાર આપવાનો સંકલ્પ કર્યો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થી મિત્રોને નશા અંગેની ડોક્યુમેન્ટરી મૂવી બતાવવામાં આવી. ઉપસ્થિત વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પ્રશ્નોત્તરી દ્વારા પોતાની શંકાઓનું નિરાકરણ મેળવ્યું. નિષ્કર્ષ નશો વ્યક્તિના સ્વાસ્થ્ય, પરિવારના સુખ અને સમાજની પ્રગતિ માટે સૌથી મોટો અવરોધ છે. નશા મુક્તિ માટે માત્ર સરકારના પ્રયત્નો પૂરતા નથી; દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજીને નશાથી દૂર રહેવું અને અન્ય લોકોને પણ પ્રેરિત કરવું જોઈએ. જાગૃતિ, શિક્ષણ અને સંકલ્પ દ્વારા જ આપણે સ્વસ્થ, સુરક્ષિત અને નશામુક્ત સમાજનું નિર્માણ કરી શકીએ.