રાજ્ય સરકાર દ્વારા તારીખ ૧૭ સપ્ટેમ્બર થી ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી વિશેષ “સેવા સંકલ્પ અભિયાન” ની ઉજવણીના ભાગરૂપે તારીખ ૨ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ શ્રીમતી સી.ડી.જોબાલીયા રોફેલ આર્ટ્સ તથા શ્રીમતી આઈ.એસ.આર.અચ્છારીવાલા રોફેલ કોમર્સ કોલેજમાં આચાર્યા, શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક કર્મચારીઓએ સક્રિય શ્રમદાન આપીને સ્વચ્છતા અને પર્યાવરણ જતનની ઉત્કૃષ્ટ કામગીરી કરી. શ્રમદાનના ભાગરૂપે કોલેજ કાર્યાલય, સ્ટાફરૂમ, કોલેજમા આવેલ રીસર્ચ સેન્ટર, લાયબ્રેરી તેમજ કોલેજ પરિસરની સફાઈ કરવામાં આવી.